JOIN WHATSAPP GROUP

Wednesday, January 10, 2024

Student Report Card Download, પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ

Student Report Card Download, પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ



GYAN-PRABHAV (જ્ઞાન પ્રભાવ) SEM-1(2023-24)

School & Student Report Card Download User manual FOR TEACHER


શૈક્ષણિક વર્ષ 2023-24 ની પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે Gyan Prabhav ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.* જેમાં ધોરણવાર વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરી વિદ્યાર્થીઓની યાદી પ્રમાણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સાથે  શિક્ષક માટે Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manual મોકલી આપેલ છે.https://bit.ly/GYAN-PRABHAV આ લિંક પરથી Student Report Card ડાઉનલોડ કરી શકશો.આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.


ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરન્સ લાઈવ જોવા અહીં ક્લિક કરો. 


TPEO, કેની, BRC, CRC, આચાર્ય, ધોરણ 1, 2 ના શિક્ષકો તમામ કાર્યક્રમ નિહાળે તે સુનિશ્ચિત કરશો.


તા. 15/02/2024, સવારે 11.30 કલાકે




School & Student Report Card Download User manual FOR TEACHER

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવે છે. શાળા કક્ષાએથી તમામ વિધાર્થીઓના વિષયવાર પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી કરવામાં આવી છે. જેના પૃથક્કરણના આધારે વિધાર્થીઓએ અધ્યયન નિષ્પત્તિવાર મેળવેલ સિદ્ધિઓ અને આવશ્યક ઉપચારાત્મક કાર્ય અંગેની વિગતો દર્શાવતું Student Report Card રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. વિધાર્થીઓથી લઇ શાળા, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા અને રાજ્ય એમ તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલા છે. જે તમામ કક્ષાએથી ડાઉનલોડ કરી શકાય છે. આ Report Card Download કરવા માટે "Gyan-Prabhav" ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.

"Gyan-Prabhav" માં વિધાર્થી, વાલી, શિક્ષક, આચાર્યશ્રી, CRC Co., BRC Co., તથા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ જે તે કક્ષાના રીપોર્ટ મેળવી શકે છે. “Gyan-Prabhav" પરથી Report Card Download કરવા માટેના માર્ગદર્શક સોપાનો અત્રે વિગતવાર દર્શાવેલ છે.


અગત્યની લીંક


રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવાની માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો


રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

0 Comments: